કેશવદાસ-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : જૈમિનીના અશ્વમેધપર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાલ્ભ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા.