ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ-૨
ગંગાદાસ-૨ [ઈ.૧૭૦૭માં હયાત] : અવટંકે ભવાની. ખાખરસરનો વતની. ઈ.૧૭૦૭માં ખંભાત પરગણાના પાદરા ગામના લોકોએ જમાબંધી ભરી નહીં તેથી નવાબ અલીખાનની ફોજ આવતાં તેની સામે લડીને તેને હાર આપનાર ભાણ વગેરે ગામલોકોની પ્રશસ્તિ કરતા ‘ભાણનો સલોકો’ના રચનાર આ કવિને ગામલોકોએ ૭ વીઘાં જમીન આપેલી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [ર.સો.]