ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદ્ર-૧
ગુણચંદ્ર-૧ [ઈ.૧૮મી સદી મધ્યભાગ) : જૈન સાધુ. જયચંદ્રની પરંપરામાં ગુલાલચંદ્રના શિષ્ય. ૧૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, પોષ સુદ ૭; મુ.), ૧૧ કડીના ‘ગોડીજી-પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ સુદ ૧૩, શનિવાર; મુ.) અને ૨૧ કડીના ‘જ્ઞાનપંચમીનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [શ્ર.ત્રિ.]