ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય-૨
ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]