ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગતપાવનદાસ શાસ્ત્રી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જગતપાવનદાસ (શાસ્ત્રી) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. તેમને નામે ‘ભાગવતઅષ્ટમસ્કંધની ટીકા’, ‘ધર્મરત્નાકર’ અને ‘સતી-ગીતા’ નોંધાયેલ છે. પાછળની બંને કૃતિઓ પણ ટીકાઓ હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ગુસાપઅહેવાલ:૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [હ.ત્રિ.]