ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયમંદિર ગણિ-૨
જયમંદિર(ગણિ)-૨[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] :- ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની, એમના આચાર્યકાળ (ઈ.૧૫૫૬-ઈ.૧૬૧૪) દરમ્યાન, સ્તુતિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૫, ‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ (+સં.).[ર.ર.દ.]