ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવલ્લભ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયવલ્લભ : ‘સ્થૂલિભદ્ર-એકત્રીસો/બાસઠિયો’ તથા ‘ધનાઅણગારના રાસ’ના કર્તા. માણિક્યસુંદરસૂરિશિષ્ય જયવલ્લભને જુદેજુદે સ્થાને સાર્ધ-પૂર્ણિમાગચ્છના(જયવલ્લભ-૨), આંચલગચ્છના તેમ જ આગમગચ્છના ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત, ‘નેમિનાથ-પરમાનંદ-વેલિ’ નામક કૃતિ પણ જયવલ્લભને નામે નોંધાયેલી છે. આ કૃતિઓના કર્તા જયવલ્લભ કયા છે તે નિશ્ચિતપણે કહી શકાય તેવું નથી. સંદર્ભ : અંચલગચ્છ દિગ્દદર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ:૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. આલિસ્ટઑઇ : ૨; પ. જૈગુકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]