ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૩
જયવિજય-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ઈ.૧૬૧૬ સુધી હયાત હોવાની માહિતી મળે છે. એમણે શુકન-અપશુકન સંબંધી વિધિ-નિષેધો નિરૂપતી દુહા અને ચોપાઈબદ્ધ ૩૪૫ કડીની ‘શુકનશાસ્ત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, આસો સુદ ૧૫; મુ.) તથા સંસ્કૃતમાં ‘શોભનસ્તુતિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૫) રચી છે. કૃતિ : આકામહોદધિ : ૭(+સં.). સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]