ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસોમ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયસોમ-૧[ઈ.૧૫૧૫ સુધીમાં] : જૈન સાધુ. જયશેખરના શિષ્ય. ‘અંબડકથા’ (લે.ઈ ૧૫૧૫) એ ગદ્યકૃતિના કર્તા. કેટલાક સંદર્ભોમાં કર્તાનામ ‘જયમેરુ’ પણ મળે છે તેમ જ કૃતિની ભાષા સંસ્કૃત હોય એવું સમજાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય’, ચીમનલાલ ડાહ્યાભાઈ; ૨. ગુસાપ અહેવાલ:૨૦-‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયનું ભાષણ’નું પરિશિષ્ટ; ૩. જિનરત્નકોશ : ૧, હરિ દા. વેલણકર, ઇ. ૧૯૪૪; ૪. જૈન સંસ્કૃત સાહત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮.[ર.ર.દ.]