ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસુંદર સૂરિ
જિનસુંદર(સૂરિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન આચાર્ય. જિનસમુદ્રસૂરિના પટ્ટધર. ૬ ખંડ અને ૧૩૬ ઢાલની ‘પ્રશ્નોત્તર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, આસો વદ ૧)ના કર્તા. ખરતરગચ્છની વેગડશાખાના જિનસુંદરસૂરિને નામે નોંધાયેલ ૧૦ ઢાળના ‘ગોડી-સ્તવન’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, શ્રાવણ વદ ૧૦) તથા ‘ભીમસેન-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, ફાગણ સુદ ૨) એ કૃતિઓના કર્તા ઉપર્યુક્ત જિનસુંદર હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી,’ સં. અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]