ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનસોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનસોમ : આ નામે આઠમી ઢાળ અને ૬૦મી કડી આગળ અપૂર્ણ પ્રાપ્ત થતી ‘નેમિજિન-બારમાસ’ (મુ.) નામની કૃતિ મળે છે, જેમાં કોમળમધુર પ્રાસબદ્ધ સરળ તથા વ્રજની છાંટવાળી ભાષામાં તથા સુગેય દેશીઓમાં રાજિમતીના નેમિનાથ માટેના વિરહનું આલેખન થયું છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧.[ચ.શે.]