ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનહર્ષ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જિનહર્ષ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - અવ. ૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૯] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના પટ્ટધર. જન્મ વાલીવા ગામમાં. પિતા તિલોકચંદ શાહ. માતા તારાદેવી. ગોત્ર મીદડિયા વોરા. ઈ.૧૭૮૫માં દીક્ષા. દીક્ષાનામ હિતરંગ. સૂરિપદ ઈ.૧૮૦૦માં. મંડોવરમાં અનશનપૂર્વક અવસાન. તેમણે ૩૬૦ ગ્રંથાગ્રની ‘વિંશતિસ્થાનક-પૂજા’ (ર.ઈ.૧૮૧૬?/સં. ૧૮૭૨ ? - ‘વરસચંદ્ર દિનેન્દ્ર હરમુખ વિધિ નયન સ્થિતિ મિતિ’, ભાદરવા સુદ ૫, રવિવાર), ૪ કડીની ‘આદિજિનની સ્તુતિ’ (મુ.) અને ૧૫ કડીનું ‘શ્રીસિદ્ધાચલ-સ્તવન’ (મુ.) એ કૃતિઓ રચી છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. આકામહોદધિ : ૪;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]