ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીતમલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીતમલ [જ. ઈ.૧૮૦૪ - અવ. ઈ.૧૮૮૨] : તેરાપંથી જૈન સાધુ. ભીખમજી/ભીખુજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય. અવસાન જયપુરમાં. એમના ૪ ખંડ અને ૬૩ ઢાળનાં ‘ભિખુજસ રસાયણ’ (ર.ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, આસો સુદ ૧, શુક્રવાર; મુ.)માં તેરાપંથના સ્થાપક ભીખુજીનું ચરિત્ર તથા એમનો ઉપદેશ વીગતે વર્ણવાયા છે. આ ઉપરાંત, ૬૩ કડીની ‘ત્રણસો છ બોલની હૂંડી’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૧, બુધવાર; મુ.), ૭૩ કડીની ‘નિવેદ્યકરણીની ઢાળ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ.), ૫૦ કડીની ‘અનુકંપા ઢાળ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, આસો વદ ૪), ‘ભગવતીસૂત્ર ઢાલબંધ’, ‘ઉત્તરાધ્યયન સૂત્રઢાલબંધ’, ‘દશવૈકાલિકસૂત્ર ઢાલબંધ’, ‘પ્રશ્નોત્તરતત્ત્વબોધ’, ‘હેમનવરસા’, ‘દીપજસ’, ‘જયજસ’, ‘શ્રાવકારાધના’ એ એમની અન્ય કૃતિઓ છે. આ કવિની ઘણી કૃતિઓમાં હિન્દી-રાજસ્થાનીનો ઘણો પ્રભાવ વર્તાય છે. કૃતિ : ભિખુવિલાસ -. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]