ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દીપવિજ્ય : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિ-સઝાય’ વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજ્ય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. દીપવિજ્યને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિથિ વિરાધક દેવસૂરિ-નવમનિહન્વગચ્છવર્ણન’ (લે. સં. ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવરો’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]