ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]