ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદરસૂરિશિષ્ય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવસુંદરસૂરિશિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ચંદ્રગચ્છ તપગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ ઈ.૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમઋષિસંઘસ્મરણા-ચોપાઈ’ના કર્તા. કૃતિ ભૂલથી દેવસુંદરને તથા જયઋષિને નામે નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]