ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દૌલતવિજ્ય ગણિ-દલપત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દૌલતવિજ્ય(ગણિ)/દલપત [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રાજસ્થાનીચારણી-મિશ્રભાષાના દુહા, કવિત વગેરે છંદોમાં રચાયેલા ૩ ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો ઇતિહાસ વર્ણવાયો છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]