ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીણુ
ધીણુ [ ] : એમના ૬૦ કડીના ‘ચોપાઈ ફાગુ’ (લે.સં.૧૬મી સદી અનુ; મુ.)માં અંતે “ધીણુ ઊપમ કેહી કહઈ” એવી પંક્તિને કારણે ધીણુ કર્તાનામ હોવાનો તર્ક થયો છે તે ઉપરાંત કૃતિ અજ્ઞાતકર્તૃક પણ લેખાયેલી છે. વૃક્ષયાદીને સમાવી લેતું વસંતવર્ણન તથા સ્ત્રીઓનાં અંગસૌન્દર્ય અને વસ્ત્રાભૂષણોનું વર્ણન વિસ્તારથી આપતી આ કૃતિમાં પુરુષોનું પણ શણગારવર્ણન થયેલું છે અને કાવ્યને છેડે ચૈત્રથી ફાગણ સુધીની સંયોગશૃંગારની બારમાસી ગૂંથી લેવામાં આવી છે તે નોંધપાત્ર છે. કૃતિ : પ્રાફાસંગ્રહ (+સં.). સંદર્ભ : ગુસારસ્વતો. [કી.જો.]