ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નરભેદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. સંસારના સંબંધોનું મિથ્યાત્વ દર્શાવી કૃષ્ણસ્મરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]