ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નારાયણ-૧ [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં ચોપાઈબંધમાં કરેલો પદ્યાનુવાદ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]