ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમસાગર
પરમસાગર [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રાસ’ / વિક્રમસેન-ચોપાઈ / વિક્રમસેન લીલાવતી-રાસ’ (ર. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પો, સુદ ૧૦, પાર્શ્વજન્મ કલ્યાણક દિવસ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫ જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી.[કી.જો.]