ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂજા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પૂજા : જુઓ પૂંજા. પૂંજા(ઋષિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં હંસચંદ્રના શિષ્ય. જ્ઞાતિએ કડવા પટેલ. પિતાનું નામ ગોરો અને માતા ધનબાઈ.વિમલચંદ્રસૂરિને હસ્તે ઈ.૧૬૧૪માં દીક્ષા. દુહા-ચોપાઈમાં નિબદ્ધ, કવચિત પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત શ્લોકો એ સુભાષિતોથી યુક્ત, ૪ ખંડ અને ૩૩૪ કડીના ‘આરામશોભા-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૧૫, બુધવાર; મુ.) તથા ‘બ્રહ્મદત્તચક્રવર્તી-રાસ’ના કર્તા. કૃતિ : આરામશોભાચરિત્ર, પ્ર. જૈન હઠીસિંહ સરસ્વતી સભા, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]