ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૪
પ્રેમવિજય-૪ [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની ’છ’વાસુપૂજ્યજિન-સ્તવન/વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ.૧૯૪૦. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]