ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ-૪-પ્રેમશંભુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમ-૪/પ્રેમશંભુ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]