ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભીમ-૫ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. એમની ‘રસિકગીતા’(મુ.)માં વૈષ્ણવધર્મ સંસ્થાપક વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની સ્તુતિની પંક્તિઓ મળે છે. એને આધારે કવિ ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. કેટલાક વિદ્વાનો ઈ.૧૫૮૪ને ‘રસિકગીતા’નું રચનાવર્ષ ગણે છે પણ એને કૃતિનો કે અન્ય કોઈ આધાર નથી. આ ‘રસગીતા/રસિકગીતા/ભીમગીતા/ઉદ્ધવગીતા’ (મુ.) ૧૩૫/૧૪૫ કડીઓમાં લખાયેલું ઉદ્ધવસંદેશના વિષયનું ભાવસમૃદ્ધ અને પ્રાસાદિક કાવ્ય છે. આ ઉપરાંત ‘શ્રીવલ્લભનાથજીનું ધોળ’ તથા અન્ય પદ (કેટલાંક મુ.) આ ભીમને નામે મળે છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭ (+સં.); ૨. ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૪;  ૩. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૦-‘ભીમ વૈષ્ણવ’, ચીમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે; પ. ફૉહનામાવલિ.[ર.સો.]