ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંગુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માંગુ [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]