ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળજી-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મૂળજી-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાસ્તંભો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]