ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૯
રામચંદ્ર-૯ [સં.૧૯મી સદી] : અમદાવાદના વતની. જ્ઞાતિએ બારોટ. ટોપીવાળાનાં કવિતના રચયિતા. એમનાં કઠિયાવાડનાં રાજ્યો પર અંગ્રેજોએ પોતાની હકૂમત જમાવી તેનું અને કંપની સરકારના પ્રભાવનું વર્ણન છે. ભાષામાં હિંદીની છાંટ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ૨. ગૂહાયાદી : ૩; ફાહનામાવલિ : ૧.[ચ.શે.]