ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિરુચિ
લબ્ધિરુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. હર્ષરુચિના શિષ્ય. ‘ચંદરાજા-ચોપઈ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, કારતક સુદ ૧૩, ગુરુવાર), ૩૨ કડીના ‘પાર્શ્વનાથજિન-છંદ/શંખેશ્વર પાર્શ્વનાથજિન-છંદ’ (ર.ઈ.૧૬૫૬; મુ.), ૪ કડીની ‘દસમીદિન-સ્તુતિ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ૪ કડીની ‘પંચમી-સ્તુતિ’, તથા ‘બીજની સ્તુતિ’ના કર્તા. ૪ કડીની ‘રોહિણી-સ્તુતિ’(મુ.) પણ એમની રચના હોવાનો સંભવ છે. એમને નામે ‘હરિશ્ચંદ્ર-રાસ’ કૃતિ નોંધાયેલી છે પણ તેને હાથપ્રતોનો ટેકો નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]