ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાલચંદ-૬ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. તેમની પાસેથી ‘દશદ્રિવ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, માગશર વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી મિશ્રમાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, જેઠ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. રાજસ્થાન ભારતી, ઑક્ટોબર-ડિસે. ૧૯૭૭-‘કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ’, સં. અગરચંદ નાહટા. (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]