ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યસૌભાગ્ય-બુદ્ધિલાવણ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાવણ્યસૌભાગ્ય/બુદ્ધિલાવણ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. દેવસૌભાગ્યગણિ-રત્નસૌભાગ્યગણિના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્રનો ટબો’ (ર.ઈ.૧૭૭૩/સં.૧૮૨૯, આસો સુદ ૧૧, રવિવાર) અને ૪ ઢાળના, અષ્ટમીનો મહિમા વર્ણવતા ‘અષ્ટમી-સ્તવન/આઠમનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા);  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]