ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વચ્છરાજ : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]