ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્હપંડિતશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વલ્હપંડિતશિષ્ય [ઈ.૧૬૦૬ સુધીમાં] : કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. ‘કુકડા માર્જારી-રાસ’ (લે.ઈ.૧૬૦૬)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ વલ્હ પંડિતને કર્તા ગણ્યા છે, પરંતુ ‘કહઈ વલ્હ પંડિતાઉ દાસ’ એ પંક્તિ પરથી કર્તા વલ્હ પંડિતના શિષ્ય લાગે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]