ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વાસણ-૨ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી દરમ્યાન] : વલ્લભાચાર્યની ‘સિદ્ધાંત-મુક્તાવલિ’નો ચોપાઈ અને ગદ્યમાં ભાવાનુવાદ આપનાર કવિ. આ કવિ સં. ૧૬૦૦-૧૬૫૦થી પૂર્વે નહીં થયા હોય એવું ‘કવિચરિત’માં અનુમાન કરવામાં આવ્યું છે. ગુસાંઇજી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાં એક વાસણ કવિ સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી દરમ્યાન થઈ ગયા છે તે આ કવિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. પુગુસાહિત્યકારો. [ચ.શે.]