ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ


વાસણદાસ : આ નામે મળતું ૧૭ કડીનું ‘સુભદ્રાની કંકોતરી’ (લે.ઈ.૧૮૨૩) નામનું ધોળ કયા વાસણદાસનું છે તે કહેવું મુશ્કેલ છે. વાસણદાસ-૧ની એ કૃતિ હોય એવી સંભાવના વ્યક્ત થઈ છે.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી.
[ચ.શે.]