ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદેવ સૂરિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યદેવ(સૂરિ) : આ નામે ૬૦ કડીનું ‘મહાવીર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું ‘(નારંગપુરમંડન) પાર્શ્વજિન-સ્તવન’, ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાય’(મુ.), ૯ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય’(મુ.) અને ૧૪ કડીની ‘નવવાડી-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા) : ૨ : ૩. પ્રાસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]