ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યભદ્ર-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યભદ્ર-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં લાવણ્યરત્નના શિષ્ય. લાવણ્યરત્નનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજ્યભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ઢાલના કમલાકુંવરી, રતિવલ્લભ અને કીર્તિવર્ધનના ચરિત્રને નિરૂપતા, કર્મફળ ભોગવવાં જ પડે તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતી-રાસ’ના કર્તા. ૧૦ કડીની ‘શીલ વિશે સઝાય’(મુ.) તથા ૬ કડીની ‘નવકારમાહાત્મ્ય’(મુ.) પણ કવિની કૃતિઓ હોવાનું મનાય છે, જો કે બન્નેમાં ગુરુપરંપરાનો નર્દેશ નથી. કૃતિ : ૧. નસ્વાધ્યાય;૨. સજઝાયમાળા : ૧(શ્રા). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]