ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશેખર-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યશેખર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિવેકશેખરના શિષ્ય. ૧૬ ઢાળનો ‘ક્યવન્ના-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, જેઠ-, રવિવાર), ૨૧૮/૩૦૫ કડીનો ‘સુદર્શન-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં.૧૬૮૧, આસો સુદ-), ૪૮૪ કડીની ‘ચંદરાજા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૩૭/સં.૧૬૯૪, કારતક વદ ૧૧, ગુરુવાર), ૩ ખંડનો ‘ઋષિદત્તાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, વસંત (મહા?) માસ વદ ૯), ૬૭ કડીનો ‘અરણિકઋષિ-રાસ’, ૭૫૫ કડીનો ‘યશોધર-રાસ’ અને ‘સાગરચંદ્રમુનિ-રાસ’ આદિ રાસકૃતિઓના કર્તા. આ ઉપરાંત ૩૭૫ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, પોષ સુદ ૧૩ શુક્રવાર), ૮ ઢાળની ‘ત્રણમિત્રકથા-ચોપાઈ (આત્મપ્રતિબોધ ઉપર)’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૯૨, ભાદરવા વદ ૭, રવિવાર) અને ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો, મૂળ સુધર્માસ્વામીના ‘જ્ઞાતાસૂત્ર’ પરનો બલાવબોધ (ઈ.૧૬૨૫ આસપાસ) પણ તેમણે રચ્યાં છે. આ નામે મળતાં ૧૨૭ કડીનો ‘પુણ્યાઢ્ય નૃપ-પ્રબંધ/પુણ્યાઢ્ય રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૨૫) અને ‘જિનપલિત-જિનરક્ષિત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૧)એ કૃતિઓ પણ સમયની દૃષ્ટિએ વિચારતાં પ્રસ્તુત વિજ્યશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]