ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિજ્ય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિદ્યાવિજ્ય-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણકતિથિ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’, ૯ કડીની ‘વિજ્યસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]