ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલરંગ મુનિ શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિમલરંગ(મુનિ)શિષ્ય [ઈ.૧૫૭૨માં હયાત] : જૈન સાધુ. ૧૪૧ કડીના, વિવિધ રાગ તથા દેશીઓનો નિર્દેશ કરતા અને જિનચંદ્રસૂરિનો મહિમા ગાતા ઐતિહાસિક કથાવસ્તુવાળા ‘અકબરપ્રતિબોધ-રાસ/શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીશ્વર-રાસ’ (ર.ઈ.૧૫૭૨/સં. ૧૬૨૮, જેઠ વદ ૧૩-; મુ.)ના કર્તા. કૃતિ : રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૦૧૬ (+સં.). [કી.જો.]