ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિગમ
અભિગમ(Approach) : વિવેચન અનેક રીતે અનેક વિષયોની અને અનેક પદ્ધતિઓની નજીક સરીને કૃતિ પાસે પહોંચતું હોય છે, અને એના સંદર્ભમાં અભિગમ નક્કી થતો હોય છે. જેમકે, સામાજિક પરિસ્થિતિઓ અને વાસ્તવના પરિપ્રેક્ષ્યમાં કૃતિની પરિસ્થિતિઓ અને એના વાસ્તવને મૂલવતો વિવેચનનો સમાજવૈજ્ઞાનિક અભિગમ અથવા કૃતિનાં ઘટકતત્ત્વોની સહોપસ્થિતિ અને સહસંબંધને લક્ષમાં રાખી એની સંરચનાને તપાસતો વિવેચનનો સંરચનાવાદી અભિગમ.
હ.ત્રિ.