ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થદારિદ્રય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અર્થદારિદ્ર (Anasemia) : વિરચનવાદ વિષયવસ્તુની સામે સાશંક રહી વિષયવસ્તુની વિરુદ્ધનાં પૂર્વગૃહીતો અને વિધિઓ અખત્યાર કરે છે. વિષયવસ્તુના સંઘટનની ઉપેક્ષા કરતો કૃતિપરક તર્ક અહીં અર્થદારિદ્ર દ્વારા સંકુલતાનું નિર્માણ કરે છે. આ તર્કને દેરિદાએ ઝૉંહ્ળ જેનેની એની વાચના દરમ્યાન ઓળખાવ્યો છે. શબ્દને એના અર્થથી દૂર લઈ જઈ અર્થદારિદ્ર ઊભું કરવાની આ ક્રિયાને ફ્રોઈડના સંદર્ભમાં નિકોલાસ અબ્રાહમે પહેલવહેલું એનું નામ આપેલું. ચં.ટો.