ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારભ્રષ્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અલંકારભ્રષ્ટ (Baroque) : અલંકાર-વિષમતાને સૂચવતી આ સંજ્ઞા યુરોપના મધ્યકાળના ઉત્તરભાગમાં વધુ પ્રચલિત હતી. સાહિત્ય કરતાં સંગીતક્ષેત્રે અને કલાના ઇતિહાસક્ષેત્રે એનો ઉપયોગ વધુ થયો છે. અલંકારના અતિરેકવાળી અપરુચિયુક્ત શૈલી અહીં અભિપ્રેત છે. ચં.ટો.