ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇતિકલ્પિત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇતિકલ્પિત (Faction) : હકીકત અને કલ્પનાના મિશ્રણરૂપ આ સંજ્ઞા યુરોપમાં સાતમા દાયકાની અધવચ ચલણમાં આવી. કલ્પિત સાહિત્યની પ્રવિધિથી ઐતિહાસિક સાચી વીગતોને રજૂ કરતાં પુસ્તક, નાટક કે ચલચિત્ર માટે વિવેચકોએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ચં.ટો.