ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપમેયોપમા
ઉપમેયોપમા : ઉપમાન અને ઉપમેયનું જેમાં પરિવર્તન હોય તે ઉપમેયોપમા અલંકાર. અહીં પહેલા વાક્યમાં જે ઉપમેય હોય તે બીજા વાક્યમાં ઉપમાન બને છે અને પહેલા વાક્યમાં જે ઉપમાન હોય તે બીજા વાક્યમાં ઉપમેયનું રૂપ ધારણ કરે છે. જેમકે ‘‘આકાશ જેવું જળ અને જળ જેવું આકાશ, હંસ જેવો ચંદ્ર અને ચંદ્ર જેવો હંસ.’’
જ.દ.