ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઊર્મિસંવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઊર્મિસંવાદ(Lyrism) : વાસ્તવિક જીવનમાં અનુભવેલી તુમુલ લાગણી નહિ, નર્યો લાગણીનો ઊભરો નહિ, પરન્તુ કવિતાના ભાષાકાર્ય દ્વારા કલાત્મક અન્ત :સ્ફૂર્ત, અભિવ્યક્ત વસ્તુલક્ષી લાગણી. આને ક્રોચે ઊર્મિસંવાદ તરીકે ઓળખાવે છે. ચં.ટો.