ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકોક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એકોક્તિ(Monologue) : એક જ પાત્ર દ્વારા નાટક કે નાટકના પ્રવેશમાં બોલાયેલી ઉક્તિ કે એમાં આવતું સંભાષણ. આ પ્રકારની એકોક્તિમાં બીજાં પાત્રોની હાજરી જરૂરી નથી. તેમજ વક્તાના શબ્દો સામાન્ય રીતે બીજાં પાત્રોને સંભળાવવા માટે હોય એવું પણ જરૂરી નથી. પ.ના.