ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલા ખાતર કલા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલા ખાતર કલા (Art for Art’s Sake) : કલાસર્જનના હેતુ અંગે વિવેચકો, ચિંતકો તથા કલાકારોમાં જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન મતો પ્રર્વતતા રહ્યા છે. ૧૯મી સદીના છેલ્લા દાયકામાં ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં કલાની સ્વતંત્રતાના પક્ષમાં એક વ્યાપક અસર ઉપજાવનારી વિચારસરણી આગળ આવી. ઓસ્કર વાઈલ્ડે આ સૂત્ર (Art for Art’s Sake) આગળ ધર્યું અને નીતિ, સમાજ, રાજનીતિ એ સૌ નિયંત્રણોથી કલા સ્વતંત્ર છે એવો વિચાર રજૂ કર્યો. આ સિદ્ધાન્તને આધારે ચાલેલી કલાકીય ચળવળ (Aesthetic Movement) દ્વારા કલાકૃતિના સર્જનમાં જ તેનો હેતુ સમાઈ જાય છે એવો મત પ્રગટ્યો. આ સિદ્ધાન્તમાં માનનારાઓએ ઉપદેશાત્મક (Didactic) સાહિત્યસર્જનનો જોરદાર વિરોધ કર્યો. પ.ના.