ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિતાચિકિત્સા
કવિતાચિકિત્સા (Poetry therapy) : માનસિક રોગોના ઉપશમન માટે કવિતાલેખનને એક નિર્ધારિત પદ્ધતિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, એનો અહીં નિર્દેશ છે. કવિતાલેખન ઘણુંખરું સ્મૃતિ અને અવચેતનના માધ્યમ પર અવલંબિત છે અને તેથી મૂળભૂત અભિઘાતક ઘટનાઓનું પગેરું શોધવામાં કાવ્યપ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે છે. કાવ્યપ્રક્રિયા દ્વારા આત્મશોધ મારફતે આવી અભિઘાતક ઘટનાઓ પરત્વે સભાનતા ઊભી કરી એને વશ પણ કરી શકાય છે.
ચં.ટો.