ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચંદરવા શૈલી
ચંદરવા શૈલી : નવલરામ ત્રિવેદીએ ‘ચંદરવા શૈલી’ સંજ્ઞાને એક ચોક્કસ પ્રકારની લેખનશૈલી માટે પ્રયોજી છે; જેમાં એકાદ ભવ્ય વિષયને પસંદ કરીને પછી તેના વિશે જ્યાં જ્યાં જે કાંઈ લખાયું હોય તે એકઠું કરવામાં આવે છે, પછી એને કાપીકૂપીને સુંદર મથાળા નીચે ગોઠવવામાં આવે છે. કાઠિયાવાડમાં ગોદડાં ઢાંકવા કે છત નીચે બાંધવા કપડાના ટુકડાઓમાંથી ચંદરવા બનાવવામાં આવે છે, આથી આ શૈલીને ચંદરવા સાથે સાંકળી છે.
ચં.ટો.